વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જે પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ જિલ્લાની મુલાકત લેશે. અમદાવાદમાં PM મોદી રોડ શો યોજાશે. 26મે એ સાંજે અમદાવાદમાં રોડ શો યોજાશે. ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી પીએમનો રોડ શો યોજાશે. જે માટે અલગ અલગ થીમ મુજમ ટેબ્લો અને સ્ટેજ તૈયાર કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે આમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. જેમનું 26 મેએ અમદાવાદમાં આગમન થશે અને રોડ શો યોજશે. કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. 26મી તારીખે કચ્છમાં માતાના મઢ, ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે. માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચી શકે તેવા અહેવાલો છે.

- May 21, 2025
0
741
Less than a minute
You can share this post!
editor