એકથી પાંચ ટકા સુધીનો ભાવ વધારો ઝીંકાતા વાહનચાલકો માટે દાઝયા ઉપર ડામ સમાન
દર વર્ષે ભાવ વધારો થતા વાહનચાલકોમાં રોષ
મોંઘવારીનો વધુ એક ડામ વાહનચાલકો થતાં ખિસ્સા હળવા થશે; ડીસા તાલુકાના મુડેઠાના ટોલ પ્લાઝા ઉપર 1 એપ્રિલથી ભાવ વધારો ઝીંકાશે, જેથી એક થી પાંચ ટકા સુધીનો આ ભાવ વધારો ઝીંકાતા વાહનચાલકો માટે દાઝયા ઉપર ડામ પુરવાર થયો છે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી એ તમામ ટોલ પ્લાઝાને આદેશ આપી દીધા છે. અને દરેક ટોલ પ્લાઝા પર નવા દરના બોર્ડ પણ મુકી દેવામાં આવ્યા છે. ભાવ વધ્યા બાદ વાહન ચાલકો પાસેથી નાના વાહનોમાં 5 થી 15 રૂપિયા સુધીનો ભાવ વસુલવામાં આવશે અને નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ દેશભરના તમામ ટોલનાકાઓ ઉપર અલગ-અલગ શ્રેણીના ટોલટેક્ષ વસૂલવામાં આવશે ત્યારે ડીસા તાલુકાના મુડેઠાના ટોલ પ્લાઝા પર એક એપ્રિલથી નવા રેટ લાગું પડશે. જેમાં નાના વાહનોમાં જેમાં કાર,જીપ, વાનમાં રૂ. 5 નો વધારો થયો અને ઓવરલોડ અને ઓવરસાઈઝ અને સાત એકશલ સુધીના ભારે વાહનોમાં અલગ અલગ પ્રમાણે ભાવ વધારો 1 એપ્રિલથી ભાવ વધારો ઝીંકાશે વાહનચાલકોને પોતાના ખિસ્સા હળવા થશે અને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે.
સ્થાનિક લોકોની સર્વિસ રોડની માંગ અધ્ધરતાલ; પાલનપુરથી સામખીયારી કચ્છ જેમાં ડીસા તાલુકાના મુડેઠા ગામે ટોલ પ્લાઝા આવેલ છે. જેમાં હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ના હોવાથી વાહનચાલકોને ફરજિયાત ટોલના પૈસા ભરવા પડે છે. અને સર્વિસ રોડની વર્ષોથી માંગ છે. છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ નથી ડીસાના મુડેઠા અને કાંકરેજના ભલગામ જ્યારે બંને ટોલનાકાનુ 36 કિલોમીટરના અંતરે બે ટોલ પ્લાઝા આવેલા હોવાથી વાહનચાલકોના ખીસ્સા હળવા થઈ રહ્યા છે. અને દર વર્ષે ભાવ વધારો ઝીંકાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.