પાટણ જિલ્લાની હારીજ, ચાણસ્મા અને રાધનપુર નગરપાલિકામાં ભાજપના મેન્ડેડ ઉપર પ્રમુખ- ઉપપ્રમુખ ની વરણી કરાય

પાટણ જિલ્લાની હારીજ, ચાણસ્મા અને રાધનપુર નગરપાલિકામાં ભાજપના મેન્ડેડ ઉપર પ્રમુખ- ઉપપ્રમુખ ની વરણી કરાય

ત્રણેય નગર પાલિકામાં ભાજપનું શાસન સ્થપાતા કેસરિયો માહોલ છવાયો; નવા પ્રમુખ-ઉપપ્રમુખ નું આતસબાજી સાથે મો મીઠું કરી શુભેચ્છાઓ વ્યક્ત કરાય ભાજપ આધારીત પાટણ જિલ્લાની હારીજ,રાધનપુર અને ચાણસ્મા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની બુધવારે પક્ષના મેન્ડેડ આધારે સવૉનુમતે વરણી કરાતા કેસરીયો માહોલ છવાયો હતો.

તાજેતરમાં યોજાયેલ પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકા હારીજ, રાધનપુર અને ચાણસ્મા નગરપાલિકાની યોજાયેલ ચુટણીમાં ભાજપના ઉમેદવારો બહુમતી સાથે વિજય બન્યા બાદ પ્રદેશ કક્ષાના નિરીક્ષકો દ્રારા ત્રણેય નગરપાલિકા માં પ્રથમ અઢી વષૅ માટેના મહિલા પ્રમુખની સીટ માટે ના દાવેદારો ના મંતવ્યો મેળવી પ્રદેશ કક્ષાએ રજુ કરવામાં આવ્યાં હતાં જે મંતવ્યો આધારે પ્રદેશ ભાજપ દ્વારા સવૉનુમતે મહિલા પ્રમુખ તરીકે ત્રણેય નગરપાલિકા ના મહિલા ઓના નામોના મેન્ડેડ સાથે ઉપપ્રમુખ પદ માટેના નામો ના મેન્ડેડ મોકલી આપવામાં આવ્યાં હતાં જે નામોની જાહેરાત માટે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ત્રણેય પાલિકાની પ્રથમ સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી.

જેમાં હારીજ પાલિકાના સભાખંડ ખાતે ચૂંટાયેલી પાંખની યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ તરીકે ભાજપની પેનલનાં વિજયી ઉમેદવાર ધરતીબેન ધર્મેશભાઈ સચ્ચદે ની વરણી કરવામાં આવી હતી તો ઉપપ્રમુખ પદે કોગ્રેસ માંથી ચૂંટાઈ આવેલા અને ભાજપમાં જોડાયેલા કિંજલબેન ચક્ષુભાઈ મહેતા ની નિમણુંક કરવામાં આવી હતી. જ્યારે રાધનપુર નગરપાલિકા પ્રમુખ તરીકે સામાન્ય મહિલા અનામત બેઠક પર ભાવનાબેન વિક્રમભાઈ જોષી ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જયારે ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ રઘુરામ ઠક્કરની વરણી કરવામાં આવેલ.તો ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ તરીકે સામાન્ય મહિલા અનામત બેઠકપર પ્રતિજ્ઞાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે આંશુ સુનિલ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે.

આમ પાટણ જિલ્લાની હારીજ,રાધનપુર અને ચાણસ્મા નગરપાલિકાના હોલ ખાતે ચુટણીઅધિકારીની ઉપસ્થિતિમાં બુધવારે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી દરમ્યાન ભાજપ વિજેતા ઉમેદવારોની પક્ષના મેન્ડેડ આધારે વરણી થતાં તમામ ચૂંટાયેલા સભ્યો તેમજ સમર્થકોએ ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખને ઉમળકાભેર વધાવી લેતા ત્રણેય પાલિકાઓ મા કેસરીયો માહોલ છવાયો હતો અને નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ને સૌએ આતશબાજી સાથે મો મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *