સર્વેમાં સુઇગામના કાણોઠી ગામના પીડિતોને અન્યાય થતાં ટી.ડી.ઓને રજૂઆત

સર્વેમાં સુઇગામના કાણોઠી ગામના પીડિતોને અન્યાય થતાં ટી.ડી.ઓને રજૂઆત

6 થી 8 સપ્ટેમ્બર માં થયેલા મેઘ તાંડવ અને અતિ ભયંકર પૂરના કારણે કાણોઠી ગામના અસંખ્ય લોકોની ઘરવખરી પશુપાલન તેમજ ઉભા પાક અને મકાનોને નુકસાન થયું હતું. જેને લઈને ગામના  300થી વધુ વંચિત પરિવારો જે સાચા લાભાર્થીઓ છે. જેમને મળવાપાત્ર લાભ હજુ સુધી મળ્યો નથી.  એમના નામ યાદીમાં  લેવાય જ નથી .જેને લઈને પીડીત પરિવારોએ તાલુકા વિકાસ અધિકારી અધિકારી ને રજુઆત કરી ન્યાયાયની માંગ કરી છે. જેથી જવાબદાર સરવેયર તાત્કાલિક ધોરણે આ વાતને ગંભીરતા પૂર્વક ધ્યાને લઈ સ્થળની જાત તપાસ કરી રૂબરૂ મુલાકાત લઇ જે લોકો વંચિત છે. તેમને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે એવી સમસ્ત ગ્રામજનોની માગણી છે .જો કે સમસ્ત કાણોઠી ગામ સો ટકામાં આવરી લેવામાં આવ્યું છે. છતાં પુર પીડિતો જોડે અન્યાય થતા પીડિતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

જો કે લોકો આજે પણ પાણીનો પ્રવાહમાં ચાલી રહ્યા છે. તા./9/2025 નો પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે અને સંપૂર્ણ ગામ પ્રભાવિત છે. 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ગામની અને પીડિત પરિવારોની મુલાકાત લઈ સહાય ચૂકવી હોવાનું પીડિતોએ મિડીયા સમક્ષ જણાવ્યું હતુ.પરંતુ 2017 કરતાં વિનાશક પુર હોવા છતાં ગ્રામજનોને હજુ સહાય ચૂકવાઈ ન હોવાનું ગામના લોકોએ જણાવી મીડિયા સમક્ષ રોષ ઠાલવી ન્યાયની માંગ કરી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *