રવિયા નજીક ભૂતિયા તળાવને જોડતા કાચા માર્ગને પાકો બનાવવા જિલ્લા કક્ષાથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત

રવિયા નજીક ભૂતિયા તળાવને જોડતા કાચા માર્ગને પાકો બનાવવા જિલ્લા કક્ષાથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત

કાચા શેરિયાને લઈ ૨૦૦ પરિવારને ભારે હાલાકી; ધાનેરા તાલુકાના રવિયા ગામના જાગૃત અરજદારે કાચા માર્ગને પાકો બનાવવા કરેલી રજૂઆત સ્થાનિક તંત્રે ધ્યાને ના લેતા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ૨૦૦ પરિવારોને પડતી સમસ્યા ઉજાગર કરી છે.

મોટા ભાગે ચોમાસા ઋતુ દરમિયાન કાચા શેરીયામાં વરસાદી પાણી ભરાઈ જાય છે.જો કે ચોમાસુ ઋતુની પૂર્ણાહુતિ થઈ જવા છતાં રજૂઆતો પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. રવિયા ગામથી શેરા ગામ તરફ જતા પાકા ડામર રસ્તા નજીકથી ભૂતિયા તળાવ તરફ એક કાચો માર્ગ જાય છે જે માર્ગ પર ૨૦૦ પરિવારો વસવાટ કરે છે .ખેતરો તરફ જતા માર્ગ પર રહેતા પરિવારો ચોમાસાની ઋતુ દરમિયાન મુશ્કેલીમા મુકાઈ જાય છે.કારણ કે ચોમાસાની ઋતુમા કાચો શેરિયો માર્ગ વરસાદી પાણીથી ભરાઈ જાય છે.જેના કારણે અગત્યની સેવાઓ બંધ થઈ જાય છે. પ્રજા બીમાર પડે કે પશુઓને પણ યોગ્ય સારવાર મળતી નથી.જે સમસ્યાના સમાધાન બાબતે સ્થાનિક નાગરિકે ધાનેરા સહિત જિલ્લા કક્ષાએ કાચા શેરિયાંને મનરેગા યોજનામાં લઈ માટી કામ સાથે મેટલ કામ કરી આપવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે છે.

જો કે આ રજૂઆત મામલે સ્થાનિક તંત્રની ઊંઘ નાં ઉડતા આખરે અરજદારે મુખ્યમંત્રી સુધી પોતાની માગણી બાબતે રજૂઆત કરી છે.ત્યારે ધાનેરા મનરેગા શાખા માનવતા દાખવીને પણ ૨૦૦ પરિવારોને ચોમાસા ઋતુ દરમિયાન પડતી મુશ્કેલીઓથી ઉગારે તેવો જનમત પ્રવર્તે છે.આ બાબતે અરજદાર દેવાભાઈ દેસાઈએ જણાવ્યું કે ધાનેરા તાલુકાના અનેક ગામોમાં ચોમાસુ ઋતુ દરમિયાન કાચા રસ્તા બાબતેની રજૂઆતોમાં વધારો થાય છે.જેને લઇ પ્રજાના હિતમાં ઘટતા પગલાં ભરવાની માંગ પણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *