૨૨૪ સરપંચ અને ૫૬૩ વોર્ડના સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થશે
કુલ ૫,૧૩,૭૮૬ મતદારોમાં ૨,૬૨,૬૯૯ પુરુષ મતદારો અને ૨૫૧૦૮૭ મહિલા મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે; પાટણ જિલ્લામાં રવિવારે તા.૨૨ મી જૂન ના રોજ ૨૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણીમાં ૨૨૪ સરપંચ અને ૫૬૩ વોર્ડના સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થશે. મતદાન સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે.
જિલ્લાના ૯ તાલુકામાં ૬૦૬ મતદાન મથકો પર મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયા માટે ૬૪૨ મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવશે.૯૪ ચૂંટણી અધિકારીઓ અને ૯૪ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. પોલિંગ સ્ટાફમાં ૩૪૦૨ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ ૫,૧૩,૭૮૬ મતદારોમાં ૨,૬૨,૬૯૯ પુરુષ અને ૨૫૧૦૮૭ મહિલા મતદારો છે.૩૯૧ સેવા મતદારો પણ નોંધાયા છે. ૨૯૯ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા ૧૨૨૫ પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના બીબીએ ભવન ખાતે પાટણ તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી ડિસ્પેચ સેન્ટર થી મતદાન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. મતપેટી, શાહી, ડાયરી, મતકુટીર, સોય-દોરા સહિતની ૧૦૦ જેટલી વસ્તુઓનું વિતરણ કરાયું છે. કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે બસો અને ખાનગી વાહનોમાં મતદાન મથકો પર પહોંચશે.મતદાન માટે ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત રાજ્ય સરકાર માન્ય ૧૨ દસ્તાવેજોમાંથી કોઈપણ એક ચાલશે. તા. ૨૫ મી જૂને તાલુકાવાર નવ સ્થળોએ મતગણતરી હાથ ધરાશે.
પાટણ જિલ્લામાં આવતીકાલે તા.૨૨ મી જૂન રવિવાર ના રોજ ૨૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં ૨૨૪ સરપંચ અને ૫૬૩ વોર્ડ સભ્યો માટે મતદાન થશે. આ ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

