નવા વર્ષમાં શિયાળાએ જોર પકડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં સખત શિયાળો રહેશે. આ રાજ્યોમાં આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. આનો અર્થ એ થયો કે આગામી બે દિવસ સુધી અહીં ઠંડીની સ્થિતિ યથાવત રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોડી રાત અને સવાર દરમિયાન પંજાબના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સાથે હરિયાણા-ચંદીગઢ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 6 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે.
- January 4, 2025
0
36
Less than a minute
You can share this post!
editor