ઉંઝા શહેરમાં વરસાદ વિરામ લેતાં પાલિકા દ્વારા રોડ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના રાજમાર્ગો પર વરસાદને કારણે નાના મોટા ખાડાઓ પડી ગયા હતા. શહેરમાં વરસાદ બંધ થતા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ (મિલન) ની સૂચનાથી ઊંઝા શહેરમાં જે વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે ખાડા પડ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
- July 8, 2025
0
394
Less than a minute
You can share this post!
editor

