કોલ્ડ સ્ટોરેજો પણ ખુલતા બટાકાના ભાવ પણ જળવાઈ રહે તેવી શક્યતાઓ
આ વર્ષે બિયારણના ઊંચા ભાવ વચ્ચે ખેડૂતોને સારા ભાવ મળે તેવી આશા બંધાઈ
બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોમાં આ વર્ષે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તાર ગણાતા આ જિલ્લામાં મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે ડીસા તાલુકામાં આ વર્ષે બટાકા પાકની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે સારું ઉત્પાદન મળી રહ્યું છે આ અંગે કેટલાક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 20 ટકા જેટલું વધુ ઉત્પાદન થતું જોવાં મળી રહ્યું છે જ્યારે બટાકાના ભાવો પણ જળવાઈ રહે તેવી ખેડૂતોને આશા રહેલી છે ગત વર્ષોની તુલનામાં આ વર્ષે બટાકાના પાકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે એક વીઘામાં લગભગ 20 ટકા વધુ ઉત્પાદન જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી બટાકા પાકમાં અલગ અલગ પ્રકારની જીવાત અને વાતાવરણમાં પલટાના કારણે ઘટાડો થતો હતો. જ્યારે આ વર્ષે એક વીઘે બટાકાના પાકમાં 150 કટ્ટા ઉત્પાદનની સામે 175 કટ્ટાથી વધુ ઉત્પાદન થતું જોવાં મળી રહ્યું છે.
સમગ્ર ગુજરાતમાં અંદાજે 1,30 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર થાય છે, જેમાંથી બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 60 હજાર હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે જ્યાં ચાલુ વર્ષે 61016 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોને બટાટામાં પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે અનેક ખેડૂતો દેવાદાર બન્યા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી બટાકાના ભાવો ની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે ચાલુ વર્ષે પણ બટાકાનું સારું ઉત્પાદન થવાની સાથે ખેડૂતોની યોગ્ય ભાવ મળી રહે તેવી પણ માંગ ઉઠી છે.
બટાકાના વાવેતરમાં પણ અનેક પરિવર્તનો જોવા મળી રહ્યા છે; વર્ષો પહેલા ડીસા અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો લોકર, મનાલી અને બાદશાહ જેવી જાતોનું વાવેતર થતું હતું ત્યારબાદ હવે કુફરી પુખરાજ, કુફરી બાદશાહ અને પ્રોસેસિંગની જાતો જેવી કે સરયો મીરા, ફાયસોના અને સેફોડી જેવી જાતો નું વાવેતર થતા બટાકાના ભાવમાં પણ દિવસે દિવસે સુધારો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી પણ બટાકાનું વાવેતર કર્યું છે; બનાસકાંઠા જિલ્લામાં બટાકા નું વાવેતર કરાવતી વિવિધ કંપનીઓએ ઝંપલાવ્યું છે. જેના કારણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ વધારો થયો છે.જેથી જીલ્લાના અનેક ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાકાની ખેતી કરી રહ્યા છે. બનાસકાંઠામાં 200 થી વધુ કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ ઉપલબ્ધ છે.
ચાલુ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા; બનાસકાંઠા જિલ્લામાં બટાકાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતોને બમ્પર ઉત્પાદન જોવા મળી રહ્યું છે જેમાં આ વર્ષે બટાકાની સાઇઝ અને રોગમુક્ત બટાકાનું ઉત્પાદન થતું હોવાના કારણે તામિલનાડુ મુંબઈ જેવા વિસ્તારોમાં પણ બટાકાની મોટી માંગ જોવા મળી રહી છે જેના કારણે આ વર્ષે બટાકાના ભાવો પણ જળવાઈ રહે તેવી શક્યતાઓ રહેલી છે.
બટાકાની વાવણી સમયે બિયારણ નો ઉચો ભાવ હતો: ખેડૂતો આ અંગે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે બટાકાની વાવણી સમયે બિયારણના ઊંચો ભાવ હતો જેના કારણે જો ખેડૂતોને આ વર્ષે બટાકાના નીચા ભાવે વેચાણ કરવું પડશે તો નુકસાન જવાની શક્યતા રહેલી છે બિયારણ ઉપરાંત ખાતર ડીઝલ સહિત ની મોંધવારી નકારે કારણે ખેડૂતોને બટાકા નીચા ભાવે વેચાણ કરવું પડે તો પરવડે તેમ નથી.