થરાદ એપીએમસી ફ્રૂટ માર્કેટમાં દાડમની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતો ટ્રેકટર ટોલીમાં દાડમ ભરીને વેચાણ માટે આવી રહ્યા છે. દાડમના ભાવ પ્રતિ કિલો ૮૦થી ૧૦૦ રૂપિયા સુધી મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે શરૂઆતથી જ દાડમના ભાવ ઊંચા રહ્યા છે. થરાદ તાલુકાના બાગાયતી ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં પોતાનો પાક લઈને આવી રહ્યા છે. ફૂડ માર્કેટના વેપારી અશ્વિન પટેલના જણાવ્યા મુજબ, ખેડૂતોને રોકડ રકમ મળી રહી હોવાથી તેઓમાં ખુશીનો માહોલ છે. આ વર્ષે પછોતરા વરસાદને કારણે દાડમનું ઉત્પાદન ઓછું થયું છે. જોકે, વેપારીઓની માંગ વધારે હોવાથી ભાવ ઊંચા મળી રહ્યા છે. પરિણામે, ઓછા ઉત્પાદન છતાં ખેડૂતોને બાગાયતી ખેતીમાંથી સારી આવક મળી રહી છે. માર્કેટયાર્ડમાં દાડમની આવક વધતાં બજાર ઉભરાઈ રહ્યું છે.

- March 19, 2025
0
32
Less than a minute
You can share this post!
editor