રૂપિયા 249ની એક ટિકિટમાં કાર, એક લાખ રોકડા, બાઇક મળી 349 ઇનામો રાખ્યા હતા,થરાદ,ધાનેરા બાદ ભિલડી માં ડ્રોના આયોજકો સામે ફરિયાદ નોંધાઈ,ભીલડી એએસઆઇએ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી: ડીસા તાલુકાના જુના નેસડા ગામે ઇનામી ડ્રોનું આયોજન કરનારા ત્રણ શખ્સો સામે એએસઆઇએ ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સોએ રૂપિયા 249ની એક ટિકિટમાં કાર, એક લાખ રોકડા, બાઇક મળી 349 ઇનામો રાખ્યા હતા.
ભીલડી પોલીસ મથકના એએસઆઇ ફુલાભાઇ ટીમ સાથે મુડેઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન જુના નેસડા ગામે જતાં બસ સ્ટેન્ડ આજુબાજુ ડ્રોના પોસ્ટર લાગેલા હતા. જેમાં શ્રી હરેશ્વર મહાદેવ જુના નેસડાના લાભાર્થ ઈનામી ડ્રો યોજના જુના નેસડા તેમજ તારીખ 23 માર્ચ 2025ને રવિવારે ભવ્ય લોકડાયરો યોજવાનો ઉલ્લેખ કરાયો હતો. ટિકિટ 249 રાખી પ્રથમ ઇનામમાં સ્વીફટ ગાડી, બીજા ઇનામમાં એક લાખ રોકડા તથા ઇનામ ૩ થી ૧૨ સુધી મોટર સાઇકલ અને બીજા અન્ય નાના મોટા અલગ અલગ 349 નંબર સુધીના ઇનામો રાખેલા હતા. ડ્રોના આયોજકો તરીકે ફતુસિંહ વાલજીજી રાઠોડ, પીરસિંહ રાયમલજી રાઠોડ અને ગોવિદસિંહ શંભુજી રાઠોડના નામ હતા. ડ્રો ગેરકાયદેસર રીતે યોજવાનો હોઇ એસએસઆઇ ફુલાભાઇએ ત્રણેય સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.