સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આઘેડની હત્યા મામલે પોલીસે આરોપી ગીતા આહીર તેમજ ભરત આહીર દ્વારા કરેલ હત્યા અંગે રી- કંટ્રકશન કયુઁ હતું.પ્રેમી પંખીડાએ બોલીવુડ ફિલ્મ જોઈ રચ્યો હતો હત્યાનો પ્લાન પાટણ LCB પોલીસે બન્ને ને પાલનપુર ખાતે થી ઝડપ્યા બાદ આરોપી ભરત ને સાથે રાખી કઈ રીતે હત્યા કરી તેનુ કર્યું રી-કંટ્રકશન કયુઁ હતું.
પોલીસે પૂતળું બનાવી આરોપી ભરતે કઈ રીતે હત્યા કરી એ પ્લાન ફરી તેની પાસે કરાવ્યો હતો. આરોપી ભરતે આઘેડ હરજીભાઇની કઈ રીતે હત્યા કરી એ પૂતળા પર રી કંટ્રકશન કરી બતાવ્યું હતું. આરોપીએ આઘેડને જમીન પર ઢાળી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ બાઈક પર બેસાડી દોરી બાંધી અન્ય સ્થળ પર લઈ ગયો હતો.બાદમાં આઘેડને સ્ત્રીના કપડાં અને પગમાં જાજરી પહેરાવી પેટ્રોલ અને લાકડા નાખી આગ લગાવી હતી.ત્રણ મહિનાના પ્રેમ મા એક સાથે રહેવાની મહેચ્છાએ એક નિર્દોષ આઘેડનો આ ઘટના મા ભોગ લીધો હતો.