પાલનપુરમાં 200 જેટલા પર પ્રાંતીયોના વેરિફિકેશનની કામગીરી હાથ ધરાઈ; જમ્મુ કાશ્મીરના પહેલગામની આતંકી ઘટના બાદ બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પાલનપુર-ડીસામાંથી 2 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાયા બાદ પોલીસે પર પ્રાંતિયોના વેરફીકેશનની કામગીરી હાથ ધરી છે. આતંકી હુમલા બાદ હવે મોડે મોડે બનાસકાંઠા પોલીસે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા તત્વોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે. પાલનપુર પૂર્વ પોલીસની ટીમે 150 થી વધુ પર પ્રાંતીય લોકોને વેરિફિકેશન માટે લાવ્યા હતા.
પાલનપુર શહેરમાં પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોના જે લોકો વસવાટ કરતા હતા તે તમામને પૂર્વ પોલીસ મથક ખાતે લવાયા હતા. જેમાં પૂર્વ પોલીસ દ્વારા તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં જે પણ લોકો શંકાસ્પદ લાગશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને બાંગ્લાદેશ કે પાકિસ્તાની કનેક્શન નીકળશે તો તેઓને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાશે તેવું પૂર્વ પોલીસ સ્ટેશન ના પી.આઈ. એસ એમ પટણીએ જણાવ્યું હતું

