જિલ્લા પોલીસ વડા સહિત 30 અધિકારીઓ અને 500 પોલીસ ફલેગ માચૅ મા જોડાઈ
રથયાત્રાના સેન્સીટીવ માગૅ પર ડ્રોન કેમેરા થી બાજ નજર રખાશે; પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રા ને લઈને રથયાત્રાના માર્ગો પર સોમવારે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ 30 જેટલા અધિકારીઓ અને 500 જેટલી પોલીસે ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ નો તાગ મેળવ્યો હતો.
ભગવાન જગન્નાથજી ની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ અને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન અને તે માટે જિલ્લા પોલીસવડા ની આગેવાની હેઠળ યોજાયેલી આ ફલેગ માચૅ દરમિયાન ઉપસ્થિત જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ચાલું સાલે પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના સેન્સીટીવ જેટલા પણ માગૅ છે ત્યાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. જે માગૅ પર લાઈટ ની વ્યવસ્થા નથી ત્યાં લાઈટોની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.આ સાથે રથયાત્રા ના માગૅ પર જરૂર જણાયે કામગીરી માટે જે તે વિભાગના અધિકારીઓ ને સુચિત કરવામા આવનાર હોવાનું તેઓએ જણાવી અંદાજીત ૬ કિ.મી.ની આ રથયાત્રા સુખરૂપ સંપન્ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું.

