વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાની બોર્ડરો સહિત ઠેરઠેર પોલીસ ખડેપગે તૈનાત

વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાની બોર્ડરો સહિત ઠેરઠેર પોલીસ ખડેપગે તૈનાત

દરેક વાહનોની બોડી વોર્ન કેમેરા સાથે ચકાસણી અને દારૂડીયા પકડવા બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસ

થર્ટી ફસ્ટની ઉજવણી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર અને તાલુકામાં પોલીસ ખડેપગે થઈ ગઈ છે. ખાસ કરીને સંવેદનશીલ અમીરગઢ, દાંતાની છાપરી, પાંથાવાડાની ગુંદરી,થરાદની ખોડા, ધાનેરાની નેનાવા- વાસણ બોર્ડર પર થ્રિ લેયર સુરક્ષા વચ્ચે પોલીસ રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ફરજ બજાવી વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરી રહી છે.

પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ, નશીલા પદાર્થો અને ગેરકાયદેસર હથિયારો ન પ્રવેશે અને થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિમય રીતે થાય તેને લઈને પોલીસ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમીરગઢ બોર્ડર અતિ સંવેદનશીલ બોર્ડર છે. અવનવી તરકીબો કરીને બુટલેગરો દ્વારા અમીરગઢ બોર્ડર પરથી મોટા પાયે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે.ત્યારે રાજ્યમાં જે પ્રકારે આવતીકાલે થર્ટી ફર્સ્ટની ઉજવણી થનાર છે અને આ ઉજવણી દરમ્યાન કોઈ નશો કરીને કે નશીલા પદાર્થો લઈને ગુજરાતમાં ન પ્રવેશે તે હેતુથી અમીરગઢ બોર્ડર પર બ્રેથ એનેલાઇઝર દ્વારા પોલીસ ચેકિંગ કરાઇ રહ્યું છે. ટ્રક, બસ, કાર અને બાઈક કોઈપણ શંકાસ્પદ લાગે તો પોલીસ તેનું બોડી વોર્ન કેમેરા સાથે ચેકિંગ કરી રહી છે અને જો કોઈ દારૂ પીને પકડાય અથવા દારૂ લઈ જતું પકડાય તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરી રહી છે.બન્ને જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ પોલીસ ઠેરઠેર નાકાબંધી ગોઠવી થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉપર બાજ નજર રાખી રહી છે.

ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રેન્જ આઈજીના આદેશ તેમજ જિલ્લા પોલિસ અધિક્ષકની સૂચનાથી 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને કડકમાં કડક વાહન ચેકિંગ થઈ રહ્યું છે.બન્ને જિલ્લાની તમામ બોર્ડરની ચેકપોસ્ટ પર વધુમાં વધુ પોલીસ કર્મચારી ફાળવેલા છે.એસ.આર.પી. ના જવાનો પણ પોલીસ સાથે જોડાયા છે.અન્ય સ્થળે પણ ઠેરઠેર પોલીસ પોઇન્ટ ગોઠવાયા છે.તેથી થર્ટી ફર્સ્ટની મજા ક્યાંક સજા ન બની જાય તે માટે લોકોને થર્ટી ફર્સ્ટની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પોલીસે અપીલ પણ કરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *