પાટણના બાલીસણાની મહિલાને બ્લેકમેલ કરી રૂ. 27.25 લાખની ઠગાઈ કરનાર બે આરોપીને પોલીસે ઝડપી લીધા

પાટણના બાલીસણાની મહિલાને બ્લેકમેલ કરી રૂ. 27.25 લાખની ઠગાઈ કરનાર બે આરોપીને પોલીસે ઝડપી લીધા

બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગતાં તા.9 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા

પાટણના બાલીસણા ગામની 46 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરીને રૂ. 27.25 લાખની ઠગાઈ કરવાના કેસમાં બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાલીસણા પોલીસે આરોપીઓ પરેશ બેચરભાઈ પટેલ અને ઝાકીરહુસેન અબુબકર મેમણને પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને 9 ડિસેમ્બર, 2015 સુધીના રિમાન્ડ પર સોંપ્યા છે.પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ મહિલાના એકાકીપણાનો લાભ ઉઠાવી તેનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ તેના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને ટુકડે ટુકડે રૂ.27.25 લાખ પડાવી લીધા હતા.

કોર્ટ સમક્ષ રજૂઆત કરતા પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસ માં લઈને રૂ. 27.25 લાખ રોકડા મેળવ્યા છે. આ રકમનું રોકાણ ક્યાં કરવામાં આવ્યું છે તે અંગેની માહિતી એકત્રિત કરવી અત્યંત મહત્વપૂર્ણ છે.વધુમાં, આરોપીઓ રેકોર્ડિંગ અને અરજીમાં ફરિયાદીના બેંક ઓફ બરોડાના ચેક પોતાની પાસે હોવાનું જણાવે છે. આ ચેક હાલ ક્યાં છે, કોની પાસે છે અને કેટલા ચેક છે તે અંગે તપાસ કરવાની બાકી છે. આરોપી પરેશ પટેલે પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓ બિમાર હોવાનું જણાવ્યું હોવાથી સિવિલ હોસ્પિટલમાં જરૂરી ટેસ્ટ કરાવવા પણ જરૂરી છે. આરોપીઓએ ફરિયાદી સાથે આચરેલા ગુનાહિત કૃત્ય અંગે પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. આરોપીઓ તેમના વતનથી પાટણના બાલીસણા સુધી કોના વાહનમાં અને કયા ડ્રાઈવર સાથે આવતા હતા તે અંગે પણ તપાસ કરવાની છે.આરોપીઓએ છેતરપિંડીની શરૂઆત પોતાની માતાની બીમારીના ફોટા મોકલીને અને સારવાર માટે પૈસાની જરૂર હોવાનું જણાવીને કરી હતી. મુખ્ય આરોપી અને સહ-આરોપી કઈ રીતે અને ક્યારથી સંપર્કમાં આવ્યા, તેમજ તેમણે અન્ય કઈ જગ્યાએ આવા ગુના આચર્યા છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *