ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇકબાલગઢ નજીક થી પસાર થતી બનાસ નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતાં આજુબાજુના ના લોકો નદી જોવા ઉમટી પડ્યા છે. ઘણા સમયથી બનાસ નદી મા પાણી નહિવત્ ચાલી રહ્યું હતું. તેના કારણે ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહયા હતા. તેવામાં હવે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇકબાલગઢ નજીક થી પસાર થતી બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બનાસ નદી બન્ને કાંઠે વહેતી થયા ના સમાચાર વાયુવેગે પ્રસરતા પ્રવાસીઓ પણ મોટા પ્રમાણ માં જોવા મળી શકે તેમ છે. ચોમાસું સિઝન ના અંત સમયે બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતા ખેડૂતો ને શિયાળું પાકની આશા બંધાણી છે. તેમજ બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતાં પાણીના તળ પણ ઉંચા આવશે. વિશ્વેશ્વર મહાદેવ અતિ પ્રચલિત હોવાના કારણે દર વર્ષ સહેલાણીઓ ઉમટી પડે છે.
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિષવેશ્વર નજીક બનાસ નદીમાં પાણીનું સ્તર વધતાં અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ પરિસ્થિતિમાં દાંતીવાડા ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી છે.


