ફ્લિપકાર્ટ પર Poco C71 લોન્ચ થયો: જાણો કિંમત અને ફિચર્સ વિશે બધુ જ

ફ્લિપકાર્ટ પર  Poco C71 લોન્ચ થયો: જાણો કિંમત અને ફિચર્સ વિશે બધુ જ

પોકોએ ₹10,000 થી ઓછી કિંમતના સેગમેન્ટમાં C71 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, આ સ્માર્ટફોનના બે વેરિયન્ટ્સ 8 એપ્રિલના રોજ બપોરે ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

પોકો C71 6.88-ઇંચ સ્ક્રીન, 1640 x 720p રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ફોન 5,200 mAh બેટરી સાથે આવે છે અને તેના IP52 રેઝિસ્ટન્સ રેટિંગને કારણે વેટ ટચ ડિસ્પ્લે સપોર્ટ ધરાવે છે. Poco C71 4+64GB વેરિઅન્ટની કિંમત ₹6,499 છે અને 6+128GB વેરિઅન્ટની કિંમત ₹7,499 છે.

ફોટોગ્રાફી પ્રેમીઓને 32MP રીઅર કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા મળશે, ઉપરાંત બહુવિધ ફિલ્મ ફિલ્ટર્સ અને નાઇટ ફોટોગ્રાફી સપોર્ટ પણ મળશે.

કંપનીનો દાવો છે કે યુનિસોક T7250 દ્વારા સંચાલિત આ ઉપકરણ પર એકસાથે નવ કે તેથી વધુ એપ્લિકેશનો ચલાવી શકાય છે.

પોકો સી૭૧ એન્ડ્રોઇડ ૧૫ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેને બે વર્ષ માટે એન્ડ્રોઇડ અપડેટ્સ અને ચાર વર્ષ માટે સિક્યુરિટી અપડેટ્સ મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *