મેહુલ ચોક્સીને બેલ્જિયમની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો જ્યારે તેને બેલ્જિયમના અધિકારીઓએ ઉપાડી લીધો હતો, એમ તેના વકીલે સોમવારે જણાવ્યું હતું.
તેમણે અપીલ અથવા મુક્તિ વિનંતી માટે અરજી કરી છે. તેમાં એવી દલીલ કરવામાં આવી છે કે તેમને કસ્ટડીમાં રાખવાની જરૂર વગર તપાસ ચાલુ રાખી શકાય છે. આ અરજી એ આધાર પર દાખલ કરવામાં આવી છે કે તેમના પર ભાગી જવાનું જોખમ નથી અને તેઓ તબીબી પરિસ્થિતિઓથી પીડાઈ રહ્યા છે, તેવું તેમના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું હતું.
જ્યારે વિજય અગ્રવાલને તેમની તબીબી સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના ક્લાયન્ટ કેન્સરથી પીડાઈ રહ્યા છે. તેમજ, તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો અને ત્રાસને કારણે તેમને શારીરિક ખોડખાંપણનો સામનો કરવો પડ્યો છે. એન્ટિગુઆથી ડોમિનિકા લઈ જવામાં આવતા સમયે તેમને થયેલા ત્રાસને કારણે તેઓ ટ્રોમેટિક પીટીએફડી (પ્રોક્સિમલ ટિબાયોફાઇબ્યુલર ફ્રેક્ચર અને ડિસલોકેશન) થી પીડાઈ રહ્યા છે. તે સમયે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અમારી અપીલ છે કે ભારતે તેમના પર ત્રાસ આપનારા ગુનેગારો મોકલ્યા હતા,તેવું તેમણે કહ્યું હતું.