પી.એમ નરેન્દ્ર મોદી બે દિવસ મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે

પી.એમ નરેન્દ્ર મોદી બે દિવસ મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે

દરમિયાન તેઓ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે; PM નરેન્દ્ર મોદી આજથી નોર્થ ઈસ્ટના 2 દિવસના પ્રવાસે છે. મોદી સવારે 9.10 વાગ્યે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. શનિવારે, તેમણે મિઝોરમથી શરૂઆત કરી. તેઓ સૌપ્રથમ આઈઝોલ પહોંચ્યા અને લેંગપુઈ એરપોર્ટથી બૈરાબી-સાયરંગ રેલ્વે લાઇન સહિત 9000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત, મિઝોરમને દિલ્હી, કોલકાતા અને ગુવાહાટી સાથે જોડતી પ્રથમ ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી. પોતાના સંબોધનમાં PMએ કહ્યું- લાંબા સમયથી, આપણા દેશના કેટલાક રાજકીય પક્ષો વોટ બેંકનું રાજકારણ કરી રહ્યા છે. તેમણે મિઝોરમની અવગણના કરી, પરંતુ આજે મિઝોરમ ફ્રન્ટલાઈન સાથે જોડાયું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *