પીએમ મોદીએ વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

પીએમ મોદીએ વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *