કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં મળી હતી. આ બેઠકમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક પૂરી થયા બાદ દિલ્હીની બાકીની બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની 77માંથી 29 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે બાકીની 41 સીટો પરના નામ પણ ફાઈનલ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ બીજેપીના ઉમેદવારોની નવી યાદી જાહેર થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ 41 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. કેટલીક બેઠકો પરના નામ હજુ નક્કી થયા નથી, પરંતુ મોટાભાગની બેઠકો પર નામ ફાઈનલ થઈ ગયા છે. આ બેઠક દરમિયાન વડા પ્રધાને દિલ્હી ભાજપના નેતાઓને વધુ મહેનત કરવાનું સૂચન કર્યું હતું. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, દિલ્હી સંગઠન મહાસચિવ, હર્ષ મલ્હોત્રા, જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, ઇકબાલ સિંહ લાલપુરા, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, દુષ્યંત ગૌતમ, પવન રાણા વગેરે હાજર રહ્યા હતા.