પીએમ મોદીએ ​​બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટને સંબોધન : મુંબઈ હુમલાની વરસીનો પણ ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ ​​બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટને સંબોધન : મુંબઈ હુમલાની વરસીનો પણ ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ ​​બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં દેશે જે પડકારોનો સામનો કર્યો છે તેનો માર્ગ આપણા બંધારણે બતાવ્યો છે. બંધારણ દિવસના અવસર પર પીએમ મોદી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને અહીં સંબોધન કર્યું. વડાપ્રધાને તમામ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી. એમ પણ કહ્યું કે હું ભારતના બંધારણ અને બંધારણ સભાના તમામ સભ્યોને આદરપૂર્વક નમન કરું છું. વધુમાં તેણે મુંબઈ હુમલાની વરસીનો પણ ઉલ્લેખ કર્યો. PMએ કહ્યું કે આપણે એ ભૂલી શકીએ નહીં કે આજે મુંબઈ હુમલાની વરસી છે, હું આ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. લોકતાંત્રિક વ્યવસ્થાને પડકારનારા દરેક આતંકવાદી સંગઠનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે બંધારણે મને જે કામ આપ્યું છે તે પ્રમાણે મેં કામ કર્યું છે. મેં મારી સત્તાની મર્યાદામાં રહીને મારી જવાબદારીઓ પૂરી કરી છે. મેં કોઈના અધિકારક્ષેત્રમાં અતિક્રમણ કર્યું નથી. આવા સમયે, એક સંકેત પૂરતો છે. આનાથી વધુ હું કશું કહીશ નહીં…

subscriber

Related Articles