કડી તાલુકાના રંગપુરડા ગામની સીમમાં મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બપોરે એક ગંભીર ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બપોરના સમયે કેનાલના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટ્રક અને તેમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો. આગના કારણે રોડ પરના વાહનો થંભી ગયા હતા.દૂર સુધી દેખાતા આગના ગોટેગોટાને કારણે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા. કડી નગરપાલિકાના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી. ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

- June 7, 2025
0
344
Less than a minute
You can share this post!
editor