મહેસાણા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ હાથ ધરવામાં આવી

મહેસાણા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ હાથ ધરવામાં આવી

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતો દ્વારા વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવવા માટે “Ending Plastic Pollution Gobally” વિષય ઉપર પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વન, પર્યાવરણ અને જળવાયુ મંત્રાલય ભારત સરકાર દ્વારા તા. ૨૨ મે ૨૦૨૫ થી ૫ જૂન ૨૦૨૫ સુધી પખવાડિક ઝુંબેશ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લાની વડનગર તાલુકા પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે મારો કચરો મારી જવાબદારી અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો તેમજ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ખેરાલુ તાલુકાના ડભોડા ગામે પ્લાસ્ટિકનું એકત્રીકરણ કરી અને પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના ઊંઝા તાલુકાના સુણોક ગામે વિશ્વ પર્યાવરણ દિવસ દરમિયાન ગામની જાહેર જગ્યાએ સફાઈ કરાવી પ્લાસ્ટિક એકત્ર કરી ગ્રામજનોને પ્લાસ્ટિક જ્યાં ત્યાં ના ફેંકે તેની સમજૂતી આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *