પાટણમાં સ્વચ્છતા પખવાડિયા અન્વયે ઓએનજીસી મહેસાણા એસેટ અને મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણાના ઉપક્રમે ૧ જુલાઈથી ૧૫ જુલાઈ દરમિયાન અલગ અલગ સ્થળે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે અંતર્ગત શનિવારે પાટણ રાણકીવાવ ખાતે પ્લાસ્ટિક વિણવાની અને સફાઈ કાર્યક્રમની સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેમ વન વિભાગ પાટણના માર્ગદર્શન હેઠળ એક પેડ માં કે નામ અંતર્ગત રાણકી વાવના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુલમહોર, ઉંબરો, જાંબુ, જામફળ, કાંચનાર, ગુલાબ, મોગરો, વગેરે વિવિધ જાતના 115 રોપાનું ઉત્સાહભેર વાવેતર કર્યું હતું.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં એન.જે.પરમાર નાયબ વન સંરક્ષક પાટણ, ટી.એચ.ચૌધરી મદદનીશ વન સંરક્ષક પાટણ, શ્રીમતિ પી.એમ.ચૌધરી પરીક્ષેત્ર વન અધિકારી પાટણ,ઓએનજીસી મહેસાણાના ઈડી સુનીલકુમાર, પ્રમોદ ચાહર એચ.એ પુરાતત્ત્વ વિભાગ, શિવકાત ભારતી સી એ પુરાતત્ત્વ વિભાગ, વિજયભાઈ ચોધરી નિયામક મોતીલાલ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણા, વી.એલ.દેસાઈ, વી.એસ ઠાકોર, વી.એસ ઈટોલીયા એસ.એસ. પરમાર, એચ.પી.પટેલ, એ.એસ.ચોધરી, બી.એન.ચૌધરી વગેરે સહભાગી બન્યા હતા.