ગ્રીન અરાવલી અંતર્ગત સિડ્સ બોલ બનાવવા માટે નો પ્રોજેક્ટ બનાસ ડેરી ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ રાજીબા કન્યા વિદ્યાલય ખાતે હાથ ધરવામાં આવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દિનપ્રતિદિન જંગલોનું પ્રમાણ ઓછું થતું જાય છે જેના કારણે ઋતુ ઓ અનિયમિત બને છે ગરમી નું પ્રમાણ પણ વધતું જાય છે જંગલ માં પશુ પંખી ઓ ને ખોરાક મળવામાં મુશ્કેલી પડે છે આવી અનેક સમસ્યાઓ ઓ વધતી જાય છે. એવા સમયમાં આપણી સૌ ની નૈતિક ફરજ થાય છે કે જંગલો બચાવી ગ્રીનરી વધારીએ તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કામ થઇ રહ્યું છે તો આવા સેવાકીય પ્રોજેક્ટ માં આપણે પણ સમય દાન આપી સિડ્સ બોલ બનાવી જંગલો માં તેનું રોપણ કરી જંગલો ને ફરી લીલાછમ બનાવીએ.તે કાર્યક્રમ અંતર્ગત આજરોજ રાજીબા કન્યા વિદ્યાલય માં સીડ બોલ બનાવવામાં આવ્યા હતા. અને તેનો પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.
- May 28, 2025
0
325
Less than a minute
You can share this post!
editor

