ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ હતું. આ અકસ્માત જામનગરમાં બન્યો હતો. ભારતીય વાયુસેનાનું આ ફાઇટર પ્લેન સુવર્દા નજીક એક ખેતરમાં પડી ગયું હતું, જામનગરના પોલીસ અધિક્ષક એસપીએ વાયુસેનાના ફાઇટર પ્લેન ક્રેશ થવાની માહિતી આપી છે. તેમણે કહ્યું, વાયુસેના ટ્રેનર વિમાનમાં બે પાઇલટ સવાર હતા. એક પાઇલટને બચાવી લેવામાં આવ્યો છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. બીજા પાઇલટને બચાવવાની કામગીરી ચાલુ છે. જામનગરના કલેક્ટરે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. એક પાયલોટને બચાવી લેવામાં આવ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ બુઝાવી દીધી છે. વાયુસેનાની ટીમો, ફાયર બ્રિગેડના કર્મચારીઓ, પોલીસ અને અન્ય ટીમો બચાવ માટે અહીં હાજર છે. નાગરિક વિસ્તારને કોઈ અસર થઈ નથી, વિમાન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું.

- April 3, 2025
0
172
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next