ગોબરી બ્રિજ પર ઇકો-કાર વચ્ચે અકસ્માત:5 ઘાયલ; પાલનપુરથી કુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. ઇકો વાન અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.પાલનપુરથી પ્રયાગરાજ કુંભના મેળામાં જવા નીકળેલા યાત્રાળુ ઓને ગોબરી ઓવરબ્રિજ પર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલી એક કાર યાત્રાળુઓની ઇકો વાન સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે યાત્રિકોને કારમાંથી બહાર કાઢવા માટે વાહનના કાચ તોડવા પડ્યા હતા. સ્થાનિક લોકો અને આસપાસના રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- February 11, 2025
0 71 Less than a minute
You can share this post!
editor