ખરડોસણ, ધરપડા, આસેડા, નવાસહિતનાં ગામનાં પીકઅપ સ્ટેન્ડ જર્જરીત; ડીસા-પાટણ રોડ ઉપર આવેલાં ખરડોસણ, ધરપડા, આસેડા, નવા સહિતનાં ગામોનાં પીકઅપ સ્ટેન્ડ જર્જરીત બની જતાં આવનાર દિવસોમાં કોઈ અકસ્માત સર્જાય તે પહેલા આ પીકઅપ સ્ટેન્ડની મરામત થાય તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.
ડીસા પાટણ જતાં આવેતા ખરડોસણ, ધરપડા, આસેડા, નવાસહિતનાં ગામનાં પીકઅપ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં છે. ડીસા-પાટણ માર્ગ ઉપર એસ.ટી.બસો અને જીપોનો વાહન-વ્યવહાર દિવસભર ચાલુ હોય છે. જેમાં આ રોડ પર આવેલાં ગામડાઓમાં માથી રોજના કેટલાય વિદ્યાર્થીઓ અને મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ આ મુસાફરોના આશ્રય સમાન પીકઅપ સ્ટેન્ડ છેલ્લા ઘણાં માસથી જર્જરીત હાલતમાં છે. ત્યારે આ પીકઅપ સ્ટેન્ડ કોઈ મોટી હોનારત સર્જે તે પહેલા એસ.ટી.વિભાગના સત્તાધીશો દ્વારા તેની મરામત કરાય તેવુ ગ્રામજનો ઈચ્છી રહ્યાં છે.
ડિસા પાટણ રોડ પર આવેલાં ગામડાઓમાં કાંકરેજ વિધાનસભાનાં ધારાસભ્ય કોંગ્રેસનાં અમરતજી ઠાકોર પાટણ લોકસભાનાં સાંસદસભ્ય બીજેપીનાં ભરતસિંહ ડાભી છે. ધારાસભ્ય અને લોકસભાના સભ્ય અલગ અલગ હોવાથી આ ગામડાઓ વિકાસથી વંચિત રહી જાય છે તેવું ગ્રામજનોનું કહેવું છે.