ફિઝિયોથેરાપિસ્‍ટ પોતાના નામની આગળ ‘ડોક્‍ટર’ નહીં લખી શકે : આરોગ્‍ય મંત્રાલય

ફિઝિયોથેરાપિસ્‍ટ પોતાના નામની આગળ ‘ડોક્‍ટર’ નહીં લખી શકે : આરોગ્‍ય મંત્રાલય

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયના આરોગ્‍ય સેવા મહાનિર્દેશાલયે ફિઝિયોથેરાપિસ્‍ટ દ્વારા તેમના નામ પહેલાં ડોક્‍ટર શબ્‍દનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્‍યો છે. આ માટે ડિરેક્‍ટોરેટે મેડિકલ એસોસિએશનને પત્ર લખ્‍યો

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયે ફિઝિયોથેરાપિસ્‍ટ અંગે મોટું નિવેદન આપ્‍યું છે. મંત્રાલયના હેલ્‍થ સર્વિસિસના મહાનિદેશાલય (DGHS) એ સ્‍પષ્ટ કહ્યું છે કે ફિઝિયોથેરાપિસ્‍ટ પોતાના નામના આગળ ‘ડો.’ (ડોક્‍ટર) શબ્‍દનો ઉપયોગ નહીં કરી શકે. મંત્રાલયના ડો. સુનિતા શર્માએ ઇન્‍ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ના રાષ્ટ્રીય પ્રમુખ ડો. દિલીપ ભાનુશાળીને પત્ર લખ્‍યો છે. તેમાં જણાવાયું છે કે, ફિઝિયોથેરાપી ભલે આરોગ્‍ય ક્ષેત્રનો મહત્‍વનો હિસ્‍સો હોય, પરંતુ તે મેડિકલ ડિગ્રી નથી. એટલા માટે ફિઝિયોથેરાપિસ્‍ટને ‘‘ડો.” ઉપાધિ વાપરવાનો કાયદેસર હક નથી.

મંત્રાલયને IAPMR સહિતના અનેક સંગઠનો પાસેથી ફરિયાદો મળી હતી કે ફિઝિયોથેરાપિસ્‍ટ ખોટી રીતે પોતાના નામ આગળ ‘ડો.’ અને PT લખે છે. આ કારણે સામાન્‍ય લોકોમાં ભ્રમ ફેલાય છે કે ફિઝિયોથેરાપિસ્‍ટ મેડિકલ ડોક્‍ટર છે. હકીકતમાં ‘ડો.’નો ઉપસર્ગ માત્ર રજિસ્‍ટર્ડ મેડિકલ પ્રેક્‍ટિશનર્સ જેમ કે MBBS, BDS અથવા અન્‍ય માન્‍ય મેડિકલ ડિગ્રી ધરાવતા ડોક્‍ટર જ વાપરી શકે છે.

જો કોઈ ફિઝિયોથેરાપિસ્‍ટ હવે નામ આગળ ‘ડો.’ લખે છે તો તે Indian Medical Degrees Act, ૧૯૧૬નો ભંગ ગણાશે. આ અધિનિયમની કલમ ૬, 6A અને ૭ હેઠળ આવા વ્‍યક્‍તિ સામે કાર્યવાહી થઈ શકે છે. એટલે ભવિષ્‍યમાં ફિઝિયોથેરાપિસ્‍ટ પોતાના નામ સાથે માત્ર ‘‘ફિઝિયોથેરાપિસ્‍ટ” કે PT તરીકે ઓળખાશે, ‘ડો.’ નહીં.DGHS એ સૂચના આપી છે કે ફિઝિયોથેરાપીના તમામ શૈક્ષણિક કોર્સ અને પ્રમાણપત્રોમાંથી ‘‘ડો.” નો ઉપસર્ગ તરત દૂર કરવામાં આવે. સાથે જ વિદ્યાર્થીઓ અને પ્રેક્‍ટિશનર્સ માટે ભવિષ્‍યમાં કોઈ નવી અને માનસિક રીતે સન્‍માનજનક ઉપાધિ પર વિચારણા થઈ શકે છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *