ઇંગ્લેન્ડે બીજી T20I મેચમાં દક્ષિણ આફ્રિકાને 146 રનથી હરાવીને શ્રેણીમાં શાનદાર વાપસી કરી. ફિલ સોલ્ટે આ મેચમાં સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું. તેણે માત્ર 39 બોલમાં પોતાની સદી પૂરી કરીને ઇંગ્લેન્ડ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો. ફિલ સોલ્ટ T20I સદી ફટકારનાર સૌથી ઝડપી અંગ્રેજી બેટ્સમેન બન્યો. ફિલ સોલ્ટ પહેલા, ઇંગ્લેન્ડ તરફથી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ લિયામ લિવિંગસ્ટોનના નામે હતો. લિવિંગસ્ટોને 2021માં પાકિસ્તાન સામે 42 બોલમાં સદી ફટકારી હતી. સોલ્ટે આ રેકોર્ડ તોડ્યો અને અંગ્રેજી ક્રિકેટમાં એક નવો ધોરણ સ્થાપિત કર્યો. સોલ્ટ સદી પછી પણ અટક્યો નહીં અને 60 બોલમાં અણનમ 141 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. આ રીતે, ઇંગ્લેન્ડ માટે T20I માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ તોડ્યો. તેણે પોતાના જૂના રેકોર્ડને તોડી નાખ્યો.
Fastest ever 🏴 IT20 ton ✅
His 4th IT20 ton ✅
7th highest ever IT20 individual score ✅ pic.twitter.com/PBOpxRehrH
— England Cricket (@englandcricket) September 12, 2025
ફિલ સોલ્ટની આ સદી પુરુષોની T20I ક્રિકેટમાં સાતમી સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ સાબિત થઈ. આ ઉપરાંત, તે દક્ષિણ આફ્રિકા સામેનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર પણ છે. આ સોલ્ટની ચોથી T20I સદી છે અને આ સાથે તેણે સૂર્યકુમાર યાદવની બરાબરી કરી લીધી છે. હવે સોલ્ટ પાસે રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલના રેકોર્ડની બરાબરી કરવાની તક છે. બંને બેટ્સમેનોએ T20I ક્રિકેટમાં 5-5 સદી ફટકારી છે.
T20I માં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓ
ગ્લેન મેક્સવેલ – ૫ (૧૧૪ ઇનિંગ્સ)
રોહિત શર્મા – ૫ (૧૫૧ ઇનિંગ્સ)
સૂર્યકુમાર યાદવ – 4 (80 ઇનિંગ્સ)
ફિલ સોલ્ટ – ૪ (૪૨ ઇનિંગ્સ)

