બનાસકાંઠા જિલ્લાના દાંતા અમીરગઢ વિસ્તારમાં દારૂબંધીના કડક અમલીકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં ગામમાં થતા દારૂના વેચાણને તાત્કાલિક બંધ કરવાની માગ કરવામાં આવી છે. ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે જો દારૂનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો ગામના લોકો દારૂ ભરેલી ગાડીઓને આગ ચાંપવા સુધીના પગલાં લેશે. તેમણે વધુમાં કહ્યું કે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી માટે આવેદનપત્ર આપવાનો સમય આવ્યો તે શરમજનક બાબત છે.
આ સાથે જ ગ્રામજનોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામમાં વહેલી તકે સર્વે કરાવવાની પણ માંગણી કરી છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વહીવટી તંત્ર સમક્ષ દારૂબંધીના કડક અમલીકરણની માંગ કરી હતી અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે દાંતા કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, અમીરગઢ અને દાતા વિસ્તારની જે બોર્ડરો આવે છે, તે વિસ્તારમાંથી રાજેસ્થાનમાંથી અઢળક દારૂ ગુજરાતમાં ઘુસી રહ્યો છે. દેશી આ એ અંગ્રેજી દારૂ લોકો પીવે છે. ઘણી મહિલાઓ વિધવા થઈ ગઈ છે. ગાંધીજીના ગુજરાતમા દારૂના મુદ્દા પર આવેદનપત્ર ન આપવું જોઈએ પણ એનું કારણ છે કે ગાંધીજીના ગુજરાતમા દારૂ હોવો જ ન જોઈએ. ગુજરાતમાં દારૂ બંદી હોઈ ત્યારે દારૂ પર આવેદનપત્ર આપવાનો વારો આવ્યો છે. શરમ જનક બાબત કહેવાય.
ગાંધીજીના ગુજરાતમાં આટલો બધો દારૂ આવતો હોઈ વેચાતો હોઈ, આ દારૂ કોની રહેમ નજર હેઠળ આવી રહ્યો છે. કોણ આગળ પહોંચાડે છે અને અગાઉ પણ આ વિસ્તારની રજૂઆત કરતા આવ્યા છીએ, પણ તોય છતાં આજ તારીખ સુધી, ઠીક છે થોડ દિવસ આંદોલન ચાલ્યું ચર્ચામાં આવ્યા બાદ દિવસે દારૂ બંદ થઈ ગયો અને રાત્રે દારૂ વેચાંતો ચાલુ થઈ ગયો, પોતાના ગામમાં બંધારણ કરે કે અમારા ગામમાં દારૂ પીવો નહીં, પાવો નહી પણ બીજા ગામડામાં જઈ દારૂ વેચવો એટલે ન છૂટકે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, સાથે સાથે ચેતવણી એટલા માટે આપી છે જે લોકો દારૂ વેચનારા છે, પહેલેથી ચેતીને દારૂ બંધ કરી દે.
કેમકે ગામના લોકો ચૂપચાપ મોઢું બેસીના શકે ન છટકે ગાડીઓ ભરેલો દારૂ હશે, તો ગાડીઓ સળગાવામાં આવશે એટલા માટે અમે ચેતવણી આપી છે કે મહેબાની કરીને દારૂ વેચતા બંધ થઈ જાઓ અને બીજા ગામડાઓમાં જઈ દારૂ વેચતો બંધ કરી દો, નહીં બંધ કરે તો દારૂ ગામ લોકો બંધ કરાવશે. ગાડીઓ સળગાવી દેશે, તો સમપૂર્ણ જવાબદારી સરકારની અને પોલીસની રહેશે, એટલા માટે અમે કલેક્ટર મારફતે સરકારને ચેતવણી આપવા આવ્યા હતા, જે પણ થશે તે સંપૂર્ણ જવાબ દારી સરકારની રહેશે.