ડીસામાં પવિત્ર પર્વો દરમિયાન કતલખાના બંધ રાખવા આવેદનપત્ર અપાયું

ડીસામાં પવિત્ર પર્વો દરમિયાન કતલખાના બંધ રાખવા આવેદનપત્ર અપાયું

શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો રાફડો, જીવદયા પ્રેમીઓમાં રોષ

​ડીસા ખાતે પવિત્ર શ્રાવણ માસ અને જૈન સમાજના પર્યુષણ પર્વ નિમિત્તે ડીસા શહેરમાં ગેરકાયદેસર ધમધમતા કતલખાના અને પશુ મંડીઓને બંધ કરાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવામાં નિષ્ફળતા અંગે ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે.​આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર અને લાઈસન્સ વિનાના કતલખાના અને પશુ મંડીઓ બેરોકટોક ચાલી રહ્યા છે. આ પ્રવૃત્તિઓ શહેરના શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના આશીર્વાદ હેઠળ ચાલતી હોવાનો પણ આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

​દર વર્ષે શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ જેવા પવિત્ર દિવસોમાં જીવદયા પ્રેમીઓને કતલખાના બંધ રાખવા માટે નગરપાલિકા સમક્ષ લેખિત રજૂઆતો અને આજીજી કરવાની ફરજ પડે છે. આ બાબત દર્શાવે છે કે, નગરપાલિકા પોતાની ફરજ નિભાવવામાં કેટલી ઉદાસીન છે ? જો નગરપાલિકા સત્તાધીશો નિયમ મુજબ કડક પગલાં લે, તો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કાયમ માટે બંધ થઈ શકે છે.​જીવદયા પ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા જો ગેરકાયદેસર કતલખાના અને પશુ મંડીઓ બંધ કરાવવામાં નિષ્ફળ જાય, તો તે ભાજપ શાસન માટે શરમજનક બાબત છે. શું નગરપાલિકા ખરેખર જીવદયા અને ધાર્મિક લાગણીઓને પ્રાધાન્ય આપશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે ? આ પ્રશ્નોનો જવાબ નગરપાલિકાની ભવિષ્યની કાર્યવાહી પર નિર્ભર રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *