અંબાજી થી ઉમરગામ નાં આદીવાસી વિદ્યાર્થીઓ ને મેટ્રિક બાદ મળતી શિષ્યવૃત્તિ બંધ કરવાનાં પરીપત્ર ને લઇ આવેદનપત્ર 

અંબાજી થી ઉમરગામ નાં આદીવાસી વિદ્યાર્થીઓ ને મેટ્રિક બાદ મળતી શિષ્યવૃત્તિ બંધ કરવાનાં પરીપત્ર ને લઇ આવેદનપત્ર 

અંબાજી થી ઉમરગામ સુધી લગભગ 14 જેટલાં જીલ્લાઓ માં આદીવાસી સમાજ વસવાટ કરે છે. ને આ આદીવાસી સમાજ નાં બાળકો વધુ અભ્યાસ મેળવી પગભર બની શકે તે માટે 2010 થી આવા આદીવાસી વિદ્યાર્થીઓ ને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 75 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 25 ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી ને હાલ તબક્કે રાજ્ય સરકાર નાં 28 ઓક્ટેમ્બર 2024 નાં આવી શિષ્યવૃત્તિ રદ્દ કરવા નાં પરીપત્ર ને લઇ સમગ્ર આદીવાસી સમાજ માં રોષ ની લાંગણી પ્રવર્તિ રહી છે.

જેને લઇ આજે દાંતા તાલુકા મથકે દાંતા મતવિસ્તારનાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય કાંતીભાઇ ખરાડી ની અધ્યક્ષતા માં આદીવાસી સમાજની એક રેલી યોજી મામલતદાર કચેરીએ બંધ કરવામાં આવેલી મેટ્રિક બાદ ની શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવાં માંગ કરાઇ છે. જોકે ગુજરાત નાં આદીવાસી સમાજ માંથી અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ મેટ્રિક બાદ નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઇજનેરી, ડિપ્લોમા ઇજનેરી, એમબીએ, એમસીએ, એમ ઇ, એમ ફાર્મા તેમજ પેરા મેડિકલ કોર્સમાં મેટ્રિક બાદ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ નો લાભ લેતા હતા.

જેનાથી આદીવાસી સમાજ નાં બાળકો ભણી ને પોતાનો ભાવી ઉજવળ બનાવતાં હતા. જોકે આ વર્ષે આદિવાસી સમાજ માંથી આવતા એસટી કેટેગરી નાં 3700 વિદ્યાર્થીઓ એ પ્રવેશ મેળવ્યો છે જેઓ ને હવે થી આ  શિષ્યવૃત્તિ નો લાભ મળી શકશે નહિ. સરકાર દ્વારા રદ્દ કરાયેલી આ શિષ્યવૃત્તિ મામલે ના પરીપત્ર ને લઇ તમામ આદીવાસી સમાજ નાં મહીલા ને પુરુષો સાથે કોંગ્રેસ નાં ધારા કાંતિ ખરાડી એ દાંતા મામલતદાર કચેરી ખાતે દાંતા મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદાર ને આવેદનપત્ર સુપરત કરી આદીવાસી સમાજ ની માંગ ને ઉચ્ચ સ્તરે મોકલવાં ને આદીવાસી સમાજ નાં બાળકો ને મેટ્રિક બાદ મળવાં પાત્ર શિષ્યવૃત્તિ ફરી થી શરૂ કરવાં માંગ કરી હોવાનું ધારાસભ્ય કાંતીભાઇ ખરાડી એ જણાવ્યુ હતુ. તેમની સાથે દાંતા તેમજ અંબાજી આસપાસ ની ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ પણ જોડાયા હતા.

subscriber

Related Articles