બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે પાંથાવાડા અને દાંતીવાડાના આગેવાનોએ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી પાંથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવાની માંગ કરી છે.દાંતીવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઘાડીયા અને પાથાવાડા એપીએમસીના વાઈસ ચેરમેન ગણપતભાઈ આકોલીયાએ પાથાવાડાને તાલુકા મથકનો દરજ્જો આપવા માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતુ કે, પાંથાવાડા આજુબાજુના 60 ગામોનું સેન્ટર છે પણ આ ગામોનો ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સમાવેશ થયેલ હોઈ લોકોને મુશ્કેલીઓ પડે છે. પાંથાવાડામાં સરકારી કચેરીઓ સહિતની તાલુકાને લગતી સવલતો છે અગાઉ 1997 માં તાલુકાનો દરજ્જો અપાયો હતો ત્યારે હવે નવા તાલુકાઓની રચનામાં પાંથાવાડાને પ્રાથમિકતા આપવાની માંગ કરી હતી.

- February 11, 2025
0
105
Less than a minute
You can share this post!
editor