હવામાન વિભાગે કહ્યું છે કે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ હતું, જેના કારણે નવ કલાક સુધી વિઝિબિલિટી શૂન્ય રહી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, આ સિઝનમાં પ્રથમ વખત આટલા લાંબા સમય સુધી ગાઢ ધુમ્મસ છવાયું હતું અને ગાઢ ધુમ્મસને કારણે શનિવારે 81 ટ્રેનો મોડી પડી હતી, જ્યારે 15 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. પાલમમાં સાંજે 6 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી નવ કલાક સુધી વિઝિબિલિટી શૂન્ય રહી હતી. આ સાથે દિલ્હીમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,
દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં જણાવ્યું છે કે અપડેટેડ માહિતી માટે મુસાફરોને સંબંધિત એરલાઈનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ઉત્તર રેલવેએ જણાવ્યું હતું કે કુલ 59 ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં છ કલાક મોડી ચાલી રહી હતી, જ્યારે 22 ટ્રેનો લગભગ આઠ કલાક મોડી ચાલી રહી હતી.