થરાદમાં ગટર સમસ્યાથી લોકો પરેશાન; રહીશોએ વિડિયો વાયરલ કર્યો

થરાદમાં ગટર સમસ્યાથી લોકો પરેશાન; રહીશોએ વિડિયો વાયરલ કર્યો

થરાદના શિવનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગંભીર ગટર સમસ્યા સર્જાઈ છે. ગૌતમભાઈના ઘર પાસે આવેલા મોટા ચેમ્બરમાંથી સતત ગટરનું પાણી ઉભરાય છે. સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં, હવે લોકોએ પરિસ્થિતિનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ગટરના દૂષિત પાણીને કારણે વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. રહીશો નાક પર રૂમાલ રાખીને ચાલવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે પાલિકાના અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળી, સ્થળ પર મુલાકાત લે અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે. આ બાબતે અરવિંદભાઈ રાઠોડ જણાવ્યું હતું કે અમે નગરપાલિકા ને અનેક વખત રજૂઆતો કરી પણ કોઈ આવતું નથી નગરપાલિકા દ્વારા કોઈ ને કોઈ બાના બતાવે છે. પણ કામગીરી કરવા આવતાં નથી. આ બાબત તાત્કાલિક કામગીરી કરવામાં આવે એવી માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *