બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી નવા જિલ્લાનું વિભાજન કરવામાં આવી છે. ત્યારથી ધાનેરા અને દિયોદરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટેના વિરોધના 18 મા દિવસે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ધાનેરા અગ્રવાલ સર્કલ થી નીકળી બજારમાં ફરી હતી. ધાનેરાની બજારમાં નીકળેલી આ રેલીમાં લોકોએ સરકારનો વિરોધ દર્શાવ્યો હતો.
અત્યાર સુધી ધાનેરા અને દિયોદરમાં જાહેર સભાઓ આવેદનપત્રો ધરણાઓ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં આ વિસ્તારના લોકોની માંગ છે. કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે કારણ કે ધાનેરા થી થરાદ વિસ્તાર દૂર પડે છે. અને વર્ષોથી આરોગ્ય શિક્ષણ ખેડૂત લગતા કામો સહિતના પાલનપુર ખાતે સરળતાથી થતા હતા પરંતુ હવે ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરતા જ પ્રથમ દિવસથી જ ધાનેરાના લોકો વિરોધ પર ઉતરી આવ્યા હતા.
ધાનેરા વિસ્તારના લોકોએ અગ્રવાલ સર્કલથી બાઇક રેલીનું પ્રસ્થાન કર્યું હતું. આ બાઈક રેલી ધાનેરાની બજારોમાં ફરી હતી અને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે ધાનેરાને થરાદમાં સમાવેશ ન કરવામાં આવે આજે નીકળેલી આ રેલીમાં તમામ બાઇક સવારે આત્મા બેનરો લઈ પોતાની માંગને લઈ સૂત્રોચાર પણ કર્યા હતા. આજે યોજાયેલી આ રેલી દ્વારા આગામી 21 જાન્યુઆરીના રોજ જે જન આક્રોશ મહાસભા નું આયોજન કરવામાં આવ્યું છે તેનું પણ તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે રેલી કાઢી સૂત્રોચાર કર્યા. અમારો જીલ્લો બનાસકાંઠા નથી જવું નથી જાવું વાવ થરાદ નથી જાવું. બનાસકાંઠા વાસીઓ અમદાવાદમો રહેતા લોકોએ કલેકટર અમદાવાદને આવેદનપત્ર આપી જણાવ્યું કે અમારો જીલ્લો બનાસકાંઠા બનાસકાંઠામાં જ રહેવું છે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા અવારનવાર અલગ અલગ કાર્યક્રમ આપવામાં આવે શે જે અનુસંધાને બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં સૂત્રોચ્ચાર સાથે બાઈક રેલી નીકળી હતી. આ બાબતે અમદાવાદમાં પણ બનાસકાંઠા જિલ્લાના રહેવાસીઓએ અમદાવાદ કલેક્ટરને આવેદનાપત્ર આપી જણાવ્યું હતું કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે. જો તંત્ર આ અંગે વિચાર નહીં કરે તો ભવિષ્યમો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.