ડીસા તાલુકાના જુનાડીસા ગામે તાજેતરમાં વિજ કંપની દ્વારા આખો દિવસ કાપ રાખી મેઈન્ટેન્સ કરવામાં આવ્યું હતું.તેમ છતાં છેલ્લા બે દિવસથી વારંવાર વીજળી ગુલ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. વિજળીના અભાવે પીવાના પાણી સહિતની સમસ્યા સર્જાતા લોકોએ રેઢિયાળ વિજ તંત્ર ઉપર રોષ ઠાલવી નિયમિત વિજ પુરવઠો આપવાની માંગ પણ કરી હતી.ગામના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી ગામનો જ્યોતિગ્રામ યોજનામાં વર્ષોથી સમાવેશ થયેલ છે. તેમ છતાં ગામમાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે. જેથી વિજળીના અભાવે પાણી સહિત અનેક સમસ્યાઓ સર્જાય છે. નાના મોટા ધંધા રોજગાર પણ ઠપ્પ થઈ જાય છે. તેથી વિજ કંપનીની કામગીરી શકના દાયરામાં આવી જાય છે. જેને ગંભીરતાથી લઈ વિજ કંપનીના સત્તાધીશો સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.

- January 16, 2025
0 69 Less than a minute
You can share this post!
editor