અમીરગઢમાં સ્માર્ટ મીટરના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા

અમીરગઢમાં સ્માર્ટ મીટરના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા

યુજીવીસીએલનાં કર્મચારીઓને બજારમાં રોકી રાખ્યા છેવટે પોલીસે મામલો થાળે પાડ્યો

અમીરગઢમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લોકો હડીયે ચડ્યાં આજરોજ અમીરગઢ બજારમાં કંટાળેલા લોકોએ વીજ કર્મચારીઓને રોક્યા અને વીજ કનેકશન કેમ ઓફ થઈ ગયા લાઇટ બિલ ભર્યા હોવા છતાં કેટલાક લોકોના વીજ કનેકશન ઓફ થઈ જાય છે. એક બિલ આવ્યું ને ભર્યું અને બીજું બિલ આવે છતાં કનેકશન કપાયાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે તો વળી કેટલાક લોકો કહે છે કે વીજ બિલ ભર્યું અને પછી પેનલ્ટી ભરો ત્યારે જઈને આ લાઈટો કલાકો બાદ ચાલુ થાય છે.

આવી ગરમીમાં લાઈટો આ રીતે હેરાન કરે તો લોકો કંટાળીને કરે તો કરે શું ત્યારે આજે બજારમાં વીજ કર્મચારીઓને કંટાળેલા વીજ ગ્રાહકો દ્વારા રોકવામાં આવ્યા અને વીજ કનેકશન કેમ કાપ્યા અમારે સ્માર્ટ મીટરની જરૂર નથી સાદા અને જૂના મીટર અમને પાછા આપો સરકારી ગાઇડલાઇન કે કોર્ટના કોઈ હુકમ વિના તમે અમને જ્યારે ત્યારે ફરીજાત કહી નાખી ગયા તો કેટલાકને તો જાણ બહાર જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા અને જો ફરજિયાત હોય તો આખા ગામમાં કેમ સ્માર્ટ મીટર નથી કેટલાક ને સ્માર્ટ તો કેટલાકને જૂના મીટર આવી બેવડી નીતિ કેમ..?

વીજ બિલ ભરાઈ ગયા બાદ પણ વીજ કનેકશન બંધ

લોકો આક્ષેપ કરી રહ્યા છે કે હજુ તો બે ત્રણ દિવસ પેહલા વીજ બિલ આવ્યા છે અને બિલ ભરવાની તારીક આવનારી 17 માર્ચ છે છતાં વીજ કનેકશન કપાઈ રહ્યા છે બિલ ભરવાની તારીખ હજુ અધવાડિયાની વાર છતાં વીજ કેનેકશન ઓફ કેમ..

 સ્માર્ટ મીટર લાગ્યા બાદ પ્રજા ત્રાહિમામ પોકારી જૂના મીટર ફરી લગાવવા માંગ

હાલમાં જ્યારથી નવા સ્માર્ટ મીટર લગાવ્યા છે ત્યારથી વીજ બિલ પેહલા ભરો તોય અને પછી ભરો તોય બીજ કનેકશન ઓફ થઈ જાય છે તો તો પ્રજા જાય તો ક્યાં અને ક્યારે બિલ ભરવા એ મૂંઝવણમાં આ વિશે કર્મચારીઓ ને પૂછતા તે પણ મૂંઝવણમાં કે આતો અમુક સિસ્ટમ અમને પણ ખ્યાલ નથી ઉપર પૂછવું પડે તો ખ્યાલ આવે.

વીજ બિલ ભર્યા બાદ પણ નવા બિલની તારીખ બાકી હોવા છતાં કેટલાક કનેશનો કપાઈ જતા ગ્રાહકો ત્રાસી ગયા

કેટલાક યુજીવીસીએલ ગ્રાહકો એવા નીકળ્યા કે જેમને જૂનું બિલ ભરેલ હોવા છતાં આ મહિનાનું બિલ હજુ બે ત્રણ દિવસ પહેલા આવ્યું અને બિલ ભરવાની તારીખ હજુ અઠવાડિયું બાકી ૧૭/૩/૨૬ છેલ્લી તારીખ હોવા છતાં કેટલાક લોકોના કનેશના કપાયા વીજ ગ્રાહકો અને વીજ કર્મચારીઓ આ વાત સાંભળી બન્ને માથું ખંજવાળવા લાગ્યા કે આવું કેવી રીતે શક્ય છે.

ત્યારે કંટાળેલા ગ્રામ જનો અને વીજ ગ્રાહકોએ આખરે વીજ કર્મચારીઓને બજારમાં જ રોકી રાખ્યા અને તેમના ઉપરી અધિકારીને બોલાવવા કહ્યું ત્યારે તે કોઈ કારણસર ન આવ્યા એની જગ્યાએ કોઈ અન્ય કર્મચારી આવ્યા ત્યારે તેમને પણ ટોળાએ ત્યાં જ બેસાડી દીધા અને છેવટે વીજ કર્મચારીએ પોલીસ બોલાવી અને પોલીસ ની સમજાવટ બાદ હાલ પૂરતો ત્યાં માંડ મામલો થાળે પડ્યો છતાં હજુ જ્યાં સુધી જવાબદાર અધિકારી આવી અને જવાબ ન આપે અને કાંતો બધા ને સ્માર્ટ મીટર અને કાંતો પછી એમને અમારા જૂના મીટર લગાવી આપવાની માંગ કરી રહ્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *