શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ ટ્રાફિકની સમસ્યા નિવારવા નકકર કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી
પાટણ શહેરના માર્ગો પર અવારનવાર સર્જાતિ ટ્રાફિકની સમસ્યા ને લઈને પાટણના નગરજનો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી શહેરના રેલવે પ્રથમ ગરનાળા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાએ શહેરીજનોની મુશ્કેલી વધારી હોય તેમ અવાર નવાર ટ્રાફિકના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા હોય છતાં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આ સમસ્યાનુ નિરાકરણ લાવવા કોઈ જ પ્રકારનાં પગલાં નહીં ભરાતા પોલીસ ની ટ્રાફિક નિયમનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા પાસે માર્કેટ યાર્ડ તરફ જવાનો માર્ગ પર વાહન ચાલકો માર્કેટ યાર્ડમાં જવા માટે પોતાનું વાહનો વાળતા હોય તે દરમિયાન આ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોવાનું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ એ જણાવ્યું હતું. તેઓએ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માર્કેટયાર્ડ તરફ જવાના માર્ગને બેરિકેટ વડે કોડૅન કરવામાં આવે તો આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે તેમ હોવાનું તેઓએ જણાવ્યું હતું સાથે સાથે તેઓએ આ વિસ્તારમાં દિન પ્રતિદિન વકરતી જતી ટ્રાફિક ની સમસ્યા ના કારણે ઉનાળાના ધકધકતા તાપમા વાહન ચાલકો અને રાહદારીઓને ગરમીમાં પરેશાન થવું પડતું હોય છે ત્યારે પાટણ સીટી ટ્રાફિકનું વહીવટી તંત્ર સત્વરે રેલવેના પ્રથમ ગરનાળા વિસ્તારની ટ્રાફિક સમસ્યા માંથી પાટણની પ્રજાને મુક્ત કરવા નક્કર કાર્યવાહી હાથ ધરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તેઓએ માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.