સોમવાર થી સોફટવેર શરૂ થવાની આશા વ્યક્ત કરતાં RTO અધિકારી ગુજરાત રાજ્યમાં સોફ્ટવેર ખામીને કારણે સતત બીજા દિવસે RTO ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા લોકોને ધરમ ધકકા ખાવાનો વારો આવ્યો હતો આ સમસ્યાની સૌથી વધુ અસર પાટણમાં જોવા મળી છે. અહીં બે દિવસમાં 150 થી વધુ વાહનચાલકોની ડ્રાઇવિંગ ટેસ્ટની અપોઈન્ટમેન્ટ મુલત્વી રાખવી પડી હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે પાટણ RTO અધિકારી જે.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર પાટણ પૂરતી મર્યાદિત નથી. સમગ્ર ગુજરાત રાજ્યમાં સોફ્ટવેર ખામીને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ છે. તમામ અપોઈન્ટમેન્ટ્સ રિશિડ્યુલ કરવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોય તો અગાઉ થી જાણ કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોઈ પૂર્વ સૂચના આપવામાં ન આવતા,ઘણા વાહન ચાલકો ને RTOના ધક્કા ખાવા પડ્યા છે. આગામી બે દિવસ શનિવાર અને રવિવારની રજાઓ છે ત્યારે સોમવારથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી નિયમિત રીતે શરૂ થશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. જોકે RTO ના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે. કે આ ગુજરાત લેવલનો પ્રોબ્લેમ છે અને તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું છે.