લોકોની મુશકેલીઓ દૂર કરવા કોંગ્રેસ સમિતિ પાલિકાને આવેદનપત્ર પાઠવ્યુ; પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી તેમજ જીબી દ્વારા ચાલતી અંડર ગ્રાઉન્ડ વાયરીંગની કામગીરીને લઈને પાટણ શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ખોદકામ બાદ તેનું યોગ્ય રીતે પુરાણ નહીં કરાતા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા રાજ સજૉયુ છે.
શહેરના બગવાડા દરવાજાથી સુભાષ ચોક તરફ જવાના માર્ગ પર અને વેરાઈ ચકલા તરફ જવાના માર્ગ પર ખોદકામ કર્યા બાદ તેનું વ્યવસ્થિત રીતે પુરાણ નહીં કરાતા અને બે દિવસ પડેલા વરસાદ ના કારણે માર્ગો પર પોલાણ સજૉતા માગૅ પરથી પસાર થતાં અનેક વાહનો આ ખાડાઓમાં ફસાવાની ધટના બનતાં વાહન ચાલકોની મુશકેલીઓ વધી છે છતાં પાલિકા દ્વારા કે જીઈબી દ્રારા ખાડાઓના યોગ્ય પુરાણ ની કામગીરી હાથ નહિ ધરાતા ગુરૂવારે પાટણ કોગ્રેસ દ્રારા શહેરીજનોને સાથે રાખીને લોકોને ભોગવવી પડતી મુશકેલીઓ દુર કરવા શહેરમાં આડેધડ ખોદવામાં આવેલા ખાડાઓ મામલે બુધવારે સાજે ૪-૦૦ કલાકે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હોવાનું શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે જણાવ્યું છે.