અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક બસ મૂકી ફરાર; પાલનપુરના ન્યુ બસ પોર્ટના ગેટ પર બસ ચાલકની લાપરવાહીના કારણે અકસ્માત સર્જાયો હતો જેમા બસના ચાલકે રાહદારી યુવકને અડફેટે લેતાં તેને પગ પર બસનું ટાયર ફરી વળતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી બનવાના પગલે અકસ્માત સર્જનાર ચાલક બસ મૂકીને ફરાર થઇ જતા તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પાલનપુરના ન્યુ બસ પોર્ટ પર એન્ટ્રી ગેટ તરફના માર્ગ પર અવરજવર કરતા ખાનગી વાહનો પર કોઈ પ્રકારનું નિયંત્રણ ન હોવાના કારણે અહી અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાય રહ્યા છે જે વચ્ચે એક બસને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે જેમાં પાલનપુરના તાજપુરા શરણાઇ વાડીમા આવેલ નવદુર્ગા સોસાયટીમાં રહેતો યુવક રામલખન ઉર્ફે વિકાસ રાજવીર (બધેલ) રાજપૂત તેના મિત્ર સાથે સાંજનાં સમયે ન્યુ બસ પોર્ટ ના એન્ટ્રી ગેટ આગળ પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન પાછળ થી પુર ઝડપે આવેલી પાલનપુર સેલવાસ બસના ચાલકે ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરી રાહદારી યુવક રામલખનને અફ્ટેટે લેતા તે નીચે પડી જતા બસના ટાયર નીચે તેનો પગ આવી હતા. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બનવાના પગલે અકસ્માત સર્જનાર બસ ચાલક બસ મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જ્યા બાદ બસ મૂકીને ફરાર થઇ જનાર ચાલક વિરૂદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.