અકસ્માત સર્જનાર ચાલક વાહન લઇ ફરાર થઇ જતા ફરિયાદ
પાલનપુરમાં વાહનોની તેજ રફતાર ને લઇ રોજ બરોજ નાના મોટા અકસ્માત સર્જાય રહ્યા છે જે વચ્ચે ડીસા હાઇવે પર પસાર થઇ રહેલા એક રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઇજાગ્રસ્ત ગૃહસ્થનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જેને લઇ મૃતકના પુત્રે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે
પાલનપુરના ડીસા હાઇવે પર આવેલ અંકિત સોસાયટીમાં રહેતા મૂળ દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના ગૃહસ્થ જગદીશભાઈ જોશી ગત તા.3 નવેમ્બરની સાંજે એરોમા સર્કલથી ડીસા હાઇવે તરફ જઇ રહ્યા હતા દરમ્યાન અજાણ્યું વાહન આ રાહદારીને ટક્કર મારી ફરાર થઇ ગયું હતું બનાવમાં રાહદારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન તાં.5 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું જેને લઇ મૃતકના પુત્ર કૌશિક જોશીએ અકસ્માત સર્જી પોતાના પિતાનું મોત નીપજાવી ફરાર થઇ જનાર અજાણ્યા વાહન ચાલક સામે શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.

