આગામી 31મી માર્ચના રોજ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતો હોઇ રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ડીસા શહેરમાં પણ રમઝાન ઇદની ઉજવણીને લઇને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે દક્ષિણ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના રાજકીય, સામાજિક અને વેપારીઓ, હિન્દુ.મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ હાજર રહ્યા હતા. દક્ષિણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એસ.ડી.ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં દરેક સમાજ હળી-મળીને રહે અને એક બીજા મળી ભાઇચારાથી તહેવારોની ઉજવણી થાય. સાથે સાથે ટ્રાફીક નિયમોનું પાલન થાય અને હેલ્મેટ પહેરવા માટે પીઆઇ દ્રારા દરેક આગેવાનને સમાજમાં જાગૃતી લાવવા સુચન કરેલ હતું. જેમા હિન્દુ મુસ્લિમ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- March 29, 2025
0
92
Less than a minute
You can share this post!
editor