પોલીસ અધિકારીઓ અને બંને સમુદાયના આગેવાનોએ શાંતિપૂર્ણ ઉજવણીની અપીલ કરી; પાલનપુર શહેરમાં આગામી 7 જૂને આવનારા બકરી ઈદના તહેવારને લઈને પાલનપુર શહેરના બારડપુરા વિસ્તારમાં પોલીસ મથકે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.પુર્વ પોલીસ મથકના પીઆઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ કર્મચારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંને સમુદાયના લોકોને શાંતિની અપીલ કરી હતી. શાંતિ સમિતિના સભ્યોએ પણ કોમી એખલાસ સાથે તહેવારની ઉજવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી.

- June 6, 2025
0
88
Less than a minute
You can share this post!
editor