પાટણના નોરતા ગામની દીકરી પાયલ ઝાલાએ પોતાના આત્મવિશ્વાસ સાથે કઢીન એવા કાગ ભૂસંડી તળાવ ટ્રેક સફળતા પૂર્વક પૂર્ણ કરી નોરતા ગામ સહિત પાટણ પંથકને ગૌરવ અપાવ્યું છે. ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં17,500 ફૂટની ઊંચાઈએ વસેલ રમણીય કાગભૂસંડી તળાવ તેના આધ્યાત્મિક મહત્ત્વ, વિલક્ષણ કુદરતી સૌંદર્ય અને દુષ્કર માર્ગ માટે જાણીતું છે.
આ ટ્રેકમાં ઘના જંગલો,ઊંચા પર્વતો અને પથ્થરીલા રસ્તાઓનો સામનો કરવો પડે છે, જે શ્રેષ્ઠ શારીરિક અને માનસિક તાકાતની માગણી કરે છે.નોરતાં ની દિકરી પાયલ સજૅનસિહ ઝાલા એ જણાવ્યું કે તમની કુલ 9 લોકોની ટીમ હતી અને તેઓએ 30 એપ્રિલથી આ ટ્રેકની શરૂઆત કરી હતી અને 6 જૂનના રોજ ટ્રેક પૂર્ણ કર્યો હતો. આ ટ્રેક દરમિયાન તેઓની ટીમ દ્વારા 64 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ટ્રેક દરમિયાન તેમને હિમ વર્ષા નો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તળાવ સુધી પહોંચી ત્યારે એ નજારો ખૂબ જ સુંદર અને રમણીય હોવાનુ જણાવી આ સફર તેને જીવનભર યાદ રહેશે તેમ જણાવ્યું હતું.
આ પ્રવાસ દરમિયાન પાયલ ઝાલાએ નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વના કુદરતી વૈવિધ્યનો પણ અનુભવ કર્યો અને હાથી પર્વત,ચૌખંભા જેવીઊંચી ચોટીઓના શાનદાર દ્વશ્યો જોયા.આ તળાવ હિંદુ પુરાણોમાં કાગભૂસંડી ઋષિ સાથે જોડાયેલું માનવામાં આવે છે, અને આ માટે પણ આ સ્થળનું વિશેષ આધ્યાત્મિક સ્થાન છે. પાયલ ઝાલાની આ સિદ્ધિ પ્રકૃતિ પ્રેમ અને સાહસ માટેની તેમની લગનનો પુરાવો છે. તેઓના અનુયાયી સાથી ટ્રેકરો માટે પણ આ એક પ્રેરણાદાયક સિદ્ધિ બની છે.આ ટ્રેક પછી તેઓ આગામી દિવસોમાં વધુ ઉત્તમ અને દૂર્લભ માર્ગો શોધવા માટે ઉત્સુક છે.