BCI ની મંજૂરી મળતા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ
પાટણની એમ.એન. લૉ કોલેજને ગ્રાન્ટ-ઇન-એઇડ કાનૂની શિક્ષણની લાંબી વાટાઘાટોના અંતે BCI મંજૂરી મળતાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.
પાટણમાં નજીવા દરે નિઃસ્વાર્થ શૈક્ષણિક સેવા આપી રહેલી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત એમ.એન. લૉ કોલેજ, મુંબઈ ને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી ખાસ કરીને નોંધપાત્ર છે, કારણ કે ગ્રાન્ટ-ઇન-એઇડ માળખા હેઠળ કોલેજની કાર્યપ્રણાલી શરૂ કરવા માટેની બે વર્ષથી ચાલતી અનુમતિની રાહદારી હવે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ છે.
BCI દ્વારા કોલેજને ૬૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી બે ડિવિઝન મંજૂર કરવામાં આવી છે, જે આ શૈક્ષણિક વર્ષ થી અમલમાં આવશે. આ સંદર્ભે NGES કોલેજ કેમ્પસ CDO, પ્રો. જય ધ્રુવ એ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી ગ્રાન્ટ-ઇન-એઇડ અનુમતિની જટિલ પ્રક્રિયા અને સતત અટકળો હવે સમાપ્ત થઈ ગઈ છે. NGES દ્વારા સતત પ્રયાસો,સરકારનું માર્ગદર્શન અને BCI સાથેની સક્રિય વાટાઘાટો પછી આ સિદ્ધિ મેળવી શકાઈ છે. આ મંજૂરી માત્ર એક ફોર્માલિટી નહીં, પણ ઉતર ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે ગુણવત્તાયુક્ત કાનૂની શિક્ષણની ભાવિ પ્રવેશિતાનો માર્ગ છે.
વધુમા તેઓ એ જણાવ્યું હતું કે શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થઈ ચૂકી છે. સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 3 માં વિદ્યાર્થીઓને કોલેજ માં પ્રવેશ મળી શકશે જેથી કોઈપણ ગરીબ વિદ્યાર્થી પ્રવેશ થી વંચિત ન રહી જાય.આ સફળતા NGESની તે અડીખમ નીતિનું પ્રતીક છે કે જેમાં સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સતત સુવિધાઓ વિસ્તારવા સંસ્થા પ્રતિબદ્ધ છે.

